નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે સરકાર દ્વારા જે વાહલી દિકરી યોજના જે બહાર પાડવામાં આવી છે તે યોજના વિષે આ લેખમાં વાત કરીશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં આ લેખ શેર કરોજો જેથી તે પણ આ યોજનાનો લાભ લઈ શેકે.
આ લેખમાં વાહલી દિકરી યોજનાની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે યોજનાનો હેતુ ,શરતો ,સહાયની રકમ,ડોક્યુમેન્ટ વગેરેની માહિતી આ લેખમાં મળી રહેશે તો મારી તમને નમ્ર વિયનતી છે કે તમે આ લેખ પૂરો વચાજો.અને તમારા મિત્રોમાં શેર પણ કરજો.
વાહલી દિકરી યોજના પરિચય
ગુજરાત સરકાર અવનવી યોજનાઓ આવતી રહે છે.તેમાં એક યોજના વહાલી દીકરી યોજના નો પણ યોજનામાં સમાવેશ થાય છે. વહાલી દીકરી યોજના છોકરીઓના કલ્યાણ માટેની ગુજરાત સરકારે બહાર પાડવામાં આવી છે અને આ યોજનાની શરૂઆત 20-08-2019 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાશ વિભાગનો વિભાગ છે.
વાહલી દિકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ
વહાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશની વાત કરીયે તો આ યોજના સારું કરવાનું કારણ છોકરીઓનું શાળા છોડી દેવાનું પ્રમાણ ઘટાડવા અને ઉચ્ચ શિક્ષા મેળવી શકે તે માટે પ્રયત્ન અને પ્રિત્સાહન મળે તે માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે. આ યોજનામાં સરકાર દ્વારા વહાલી દીકરી યોજનના હેઠળ 1,10,000/- રૂપિયાની સહાય 3 તબક્કામાં આપવામાં આવે છે.
વાહલી દિકરી યોજનાના મુખ્ય લાભો
વહાલી દીકરી યોજના મુખ્ય લાભની વાતા કરીયે તો તેની માહિતી નીચે આપેલી છે તમે જોઈ શકો છો :
વહાલી દીકરી યોજનામાં સરકાર દ્વારા 3 તબક્કામાં નાણાકીય સહાય કરવામાં આવે છે અને યોજના હેઠળ છોકરીને 1,10,000ની સહાય આપવામાં આવે છે હવે આપણે જાણીશું છે 3 તબક્કામાં સરકાર કઈ રીતે નાણાકીય સહાય કરે છે તેના વિષે જેની માહિતી નીચે આપેલ છે. તમે જોઈ શકો છો.
- પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા 4000 /- રૂપિયા આપવામાં આવે છે જ્યારે છોલરી પ્રથમ વર્ગમાં પ્રવેશ લેશે ત્યારે આપવામાં આવે છે.
- બીજા તબક્કામાં સરકાર દ્વારા 6000/- રૂપિયા આપવામાં આવે છે. જ્યારે છોકરી ધોરણ 9માં આવશે ત્યારે આપવામાં આવે છે.
- તીજા તમક્કામાં સરકાર દ્વારા 1,00,000/- રૂપિયા આપવામાં આવશે.જ્યારે છોકરી 18 વર્ષની થાય છે અને ઉચ્ચન શિક્ષા મેળવવા માગે છે અથવા લગ્ન કરવા માગે છે ત્યારે આ રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે.
વાહલી દિકરી યોજનાના મુખ્ય યોગ્યતા
વહાલી દીકરી યોજનાનો લાભ મેળવામાં માટે અમુક યોગ્યતાઓ ધરાવતા લાભાર્થીઓને આ યોજના નો લાભ મળે છે. આ યોગ્યતાની માહિતી નીચે આપેલી છે અને આ યોગ્યતા ધરાવતા લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકે છે.
- ગુજરાતનાં કાયમી રહેવાશી હોવા જોઈએ.
- લાભાર્થી મહિલા હોવી જોઈએ.
- જે બાળકીનો જન્મ 20/08/2019 પછી થયો હોય તે આ યોજનાનો લાભ મળશે.
- પરિવારની વાર્ષિક આવક 2,00,000/- હોવી જોઈએ.
- પરિવારમાં માત્ર 2 છોકરીયોને આ યોજનાનો લાભ મેળવી શકશે.
- વાહલી દિકરી યોજનાના મુખ્ય ડૉક્યુમેન્ટ
- વહાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ
- ગુજરાતમાં રહેવાસીનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઈજનો ફોટો
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- જન્મનો દાખલો
- બેન્ક ખાતાની માહિતી
- સોગનનામું
- વાહલી દિકરી યોજનાની અરજી કરવાની રીત
- વહાલી દીકરી યોજનાની અરજી ઓફલાઇન કરવાની હોય છે. અરજી તમારે અરજી ફોર્મ દ્વારા કરવી હોય છે અરજી ફોર્મની લિન્ક નીચે આપેલ છે ત્યાથી મેળવી શકો છો. અથવા આ અરજી ફોર્મ ગ્રામ પંચાયત અથવા આગંવાદી કેન્દ્રમાં મેળવી શકો છો.
- અરજી ફોર્મ મળવ્યા બાદ તેને સંપૂર્ણ રીતે ભરી દેવાનું રહેશે ત્યારબાદ તેની સાથે જે જરૂરી ડોક્યુમેન્ટ તમારે જોડી દેવાના રહશે. ત્યારબાદ જે ઓફિસ માંથી તમે ફોર્મ લીધું હોય ત્યાં તમારે તે ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે.
- જમા કર્યા બાદ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ દ્વારા અરજીપત્રક અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. ચકાસણી કર્યા બાદ અધિકારીઓ દ્વારા પસંદગી પામેલા લાભાર્થીઓની યાદી બનાવવામાં આવશે.
મહત્વની લિંક
- અરજી ફોર્મ માટે : અહીંયા ક્લિક કરો
- સોગંદનામા માટે : અહીંયા ક્લિક કરો
મહત્વની માહિતી
- વાહલી દિકરી યોજનાની માર્ગદર્શિકા સંપર્ક વિગતો
- મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત હેલ્પલાઈન નંબર :- 07923257942.
- મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત હેલ્પડેસ્ક ઇમેઇલ :- Pa2sec-wncw@gujarat.gov.in.
- મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર,
બ્લોક નંબર 9,8મો માળ,
નવી સચિવાલય, ગાંધીનગર,
ગુજરાત.