Bank of baroda Requirment 2024 :બેંક ઓફ બરોડા ભરતી 2024

     



નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે  બેંક  ઓફ બરોડા, વડોદરામાં   જે સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે તે સરકારી ભરતી વિશે વાત કરુંશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં કોઈને સરકારી નોકરી ની જરૂર હોય તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખને શેર કરજો જેથી તેઓ પણ આ ભરતી માં અરજી કરી શકે અને નોકરી મેળવી શકે.


આ લેખમાં જે  બેંક  ઓફ બરોડા વડોદરા  ભરતીની   સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે મહત્વની તારીખ,પોસ્ટનું નામ, કેટલી ખાલી જગ્યાઓ,પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી આ લેખમાં આપેલી છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે પૂરો લેખ વાંચજો.


બેંક ઓફ બરોડા ભરતીની મહત્વની તારીખ 

બેંક ઓફ બરોડા  ભરતી નોટિફિકેશન ૨૪એપ્રિલ ૨૦૨૪ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ઓનલાઇન અરજી કરાવાની શરૂઆત ૨૪ એપ્રિલ ૨૦૨૪ના રોજ થશે   અને અરજી કરાવાની અંતિમ તારીખ  ૦૭ મે ૨૦૨૪ છે. આ ભરતી ઓનલાઇન છે જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેઓ  લેખના નીચે સરનામું આપ્યું છે ત્યાં પોતાની અરજી મોકલવાની રહેશે.




બેંક ઓફ બરોડા ભરતીની પોસ્ટનું નામ અને જગ્યા

બેંક ઓફ બરોડા ભરતીની પોસ્ટના નામ અને કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે તેની માહિતી નીચે આપેલ જોઈ શકો છો.

 ૧. ઓફિસ આસિસ્ટન્ટ :૦૨ જગ્યા 


બેંક ઓફ બરોડા ભરતીની પોસ્ટની શૈક્ષણિક લાયકાત

બેંક ઓફ બરોડા ભરતીમાં જે પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે તે પોસ્ટની માહિતી નીચે આપેલી છે તમે જોઈ શકો છો.


૧. ઓફિસ આસિસ્ટન્ટ શૈક્ષણિક લાયકાત :

  • ગ્રેજ્યુએટ જેમ કે બીએસડબલ્યું /બીએ /બીકોમ સાથે કોમ્પ્યુટર જાણકાર હોવું જોઈએ.
  • મૂળભૂત એકાઉન્ટિગની જાણકારી હોવી જોઈએ.
  • બોલાતી અને લેખિત પ્રાદેશિક ભાષા(ગુજરાતી)માં બોલતા અને લખતા આવડવું જોઈએ.
  • હિન્દી અને અંગ્રેજીમાં પ્રવાહીતા  એક વધારાની લાયકાત હશે.
  • એમએસ ઓફિસ ટેલિ અને ઈન્ટરનેટ નિપુણ હોવું જોઈએ.
  • સ્થાનિક ભાષામાં ટાઈપ કરાવાની કુશળતા જરૂરી છે. અંગ્રેજીમાં ટાઈપિંગ કરાવાની કુશળતા એ વધારાનો ફાયદો.

બેંક ઓફ બરોડા ભરતીની પોસ્ટની  વયમર્યાદા

બેંક ઓફ બરોડા ભરતી માટે વયમર્યાદાની વાત કરીયે તો જે ઉમેદવારની ઉમર ૨૨ વર્ષથી ૪૦ વર્ષ હેશે તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે.

બેંક ઓફ બરોડા ભરતીનું પોસ્ટ પગાર ધોરણ

બેંક ઓફ બરોડા ભરતીની પોસ્ટનું પગાર ધોરણની વાત કરીયે તો પોસ્ટનું પગાર ૧૫૦૦૦ છે જેમ ૧૪૦૦૦ રૂપિયા  પગાર અને ૧૦૦૦ રૂપિયા વાહન વ્યવહારના છે. 



બેંક ઓફ બરોડા ભરતીની પસંદગી પ્રક્રિ2યા 

 બેંક ઓફ બરોડા ભરતીમાં ઉમેદવારની પસંદગી  પ્રક્રિયામાં  મેરીટ દ્વારા કરવામાં આવશે,અને આ ભરતીની પોસ્ટ ૧૧ માસના કરાર પર બહાર પાડવામાં આવી  છે.


બેંક ઓફ બરોડા ભરતીની અરજી ફી  

 બેંક ઓફ બરોડા ભરતીની જાહેરાતમાં અરજી ફી ની વાત કરીયે તમામ કેટેગરીના ઉમેદવાર આ ભરતીમાં પોતાની અરજી નિશુલ્ક રીતે અરજી કરી શકેશે  એટલે કે કોઈપણ અરજી ફી ભરવાની રહેશે નહીં.


બેંક ઓફ બરોડા ભરતીની અરજી કરવાનું સરનામું

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS, વડોદરા, ખોડિયાર નગર ચાર રસ્તા પાસે, વી.આઈ.પી રોડ, વડોદરા – 390022 છે.




નોધ : મિત્રો અમારો ઉદેશ્ય ખાલી ભરતીની માહિતી  પોહચાડવાનો છે.અરજી કરતાં પહેલા અમારી નમ્ર વિનતિ છે કે ભરતી ની તમામ માહિતી તમારે અકવાર ભરતીની ઓફિસિયલ વેબસાઇટ પર  જઈને સંપૂર્ણ માહિતી ચેક કરી લેવી. ભરતીની માહિતીમાં કોઈ વાર ફેરફાર પણ હોય શકે છે.એટલે એકવાર ભરતીની ઓફિસિયલ સાઇટની વિઝિટ કરી  માહિતી ચેક લેવાની રહેશે.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.