નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે સરકાર દ્વારા જે PM વિશ્વકર્મા યોજના જે બહાર પાડવામાં આવી છે તે યોજના વિષે આ લેખમાં વાત કરીશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં આ લેખ શેર કરોજો જેથી તે પણ આ યોજનાનો લાભ લઈ શેકે.
આ લેખમાંPM વિશ્વકર્મા યોજનાની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે યોજનાનો હેતુ ,શરતો ,સહાયની રકમ,ડોક્યુમેન્ટ વગેરેની માહિતી આ લેખમાં મળી રહેશે તો મારી તમને નમ્ર વિયનતી છે કે તમે આ લેખ પૂરો વચાજો.અને તમારા મિત્રોમાં શેર પણ કરજો.
PM વિશ્વકર્મા યોજના વિષે પરિચય
PM વિશ્વકર્મા યોજનાની મંજૂરી 16 ઓગસ્ટ 2023ના રોજ ક્રેન્દ્રિય કેબિનેટ દ્વારા સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવી હતી. કેન્દ્રિય કેબિનેટ દ્વારા PM વિશ્વકર્મા યોજના લોન્ચ કરવાની તારીખ 17 સપ્ટેમ્બર 2023ના રોજ નક્કી કરવામાં આવી હતી.અને PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત 18 ઓગસ્ટ 2023ના રોજ વિશ્વકર્મા જયંતિના અવસરે ચાલુ થઈ રહી છે.
PM વિશ્વકર્મા યોજના મુખ્ય ઉદ્દેશ્ય
PM વિશ્વકર્મા યોજન શરૂ કરવા પાછળ સરકારનો મુખ્ય ઉદેશ્ય કારીગરો અને નાના વેપારીઓ આર્થિક રીતે ટેકો પૂરો પાડવાનો છે આ ઉપરાત ટેનામે મૂડીની સહાય પૂરી પાડીને તેમના ધંધો વધારામાં મદદ કરવાનો છે.
PM વિશ્વકર્મા યોજનાના લાભો
- PM વિશ્વકર્મા યોજનામાં તમામ કારીગરો અને વેપારીયો નીચેના આપેલા લાભો આપવામાં આવે છે:-
- PM વિશ્વકર્મા યોજના માં પ્રથમ તબક્કામાં 1,00,000 રૂ. સુધીની લોન 5% વ્યાજ દરે આપવામાં આવશે.
- પ્રથમ લોન સફળતા પૂર્વક પૂર્ણ થયાં પછી બીજા તમક્કમાં ઉમેદવારને 2,00,000/-રૂપિયા સુધી બીજી લોન 5% વ્યાજ દરે આપવામાં આવશે.
- PM વિશ્વકર્મા યોજનની કૌશલ્ય તાલીમ પણ આપવામાં આવશે.
- PM વિશ્વકર્મા યોજનાની તાલીમ દરમિયાન દરેક ઉમેદવારને સ્ટાઈપેન્ડ રૂપે રૂ. 500/- પ્રતિ દિવસ આપવામાં આવશે.
- PM વિશ્વકર્મા યોજનમાં તાલીમ પૂર્ણ થયાં બાદ 15,000/- રૂપિયા એડવાન્સ ટૂલ કીટ ખરીદવા માટે આપવામાં આવશે.
- PM વિશ્વકર્મા યોજના પૂર્ણ થયાં બાદ સર્ટિફિકેટ અને ઓળખ કાર્ડ પણ આપવામાં આવશે.
- PM વિશ્વકર્મા યોજનમાં જે પ્રથમ તબક્કાની લોન અપમાવામાં આવે છે તેની મુદત 18 મહિનાની હોય છે.
- PM વિશ્વાસકર્મા યોજનની બીજા તબક્કાની જે લોનની આપવામાં આવે છે તેની મુદત 30 મહિનાની હોય છે.
વિશ્વકર્મા યોજના માટે યોગ્યતાના માપદંડ
- ઉમેદવાર ભારતનો નિવાસી હોવો જોઈએ.
- ઉમેદવાર કારીગર અથવા વેપારી હોવો જોઈએ.
- ઉમેદવારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
- ઉમેદવાર PMEGP, PM SVANidhi અથવા મુદ્રા લોનનો લાભ ન લેવો જોઈએ.
PM વિશ્વકર્મા યોજના હેઠળ કોને લાભ મળશે ?
- દરજી
- ધોબી
- માલી
- નાઈ
- ડોલ અને ટોય મેકર.
- બાસ્કેટ/મેટ/બ્રૂમ મેકર/કોયર વીવર.
- મોચી
- શિલ્પકાર
- કુંભાર.
- સુવર્ણકાર.
- હેમર અને ટૂલ કિટ મેકર.
- લુહાર.
- આર્મરર.
- બોટ મેકર.
- સુથાર
PM વિશ્વકર્મા યોજનાની અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
પીએમ વિશ્વકર્મા યોજના માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી છે:-
- આધાર કાર્ડ.
- ઈલેકશન કાર્ડ
- ધંધાનો પુરાવો.
- મોબાઇલ નંબર.
- બેંક ખાતાની માહિતી
- આવકનું દાખલો
- જાતિનો દાખલો
PM વિશ્વકર્મા યોજનાની અરજીની કરવી પ્રક્રિયા
- PM વિશ્વકર્મા યોજનાની આ યોજનાની અરજી ઓનલાઈન કરવાની હોય છે.
- PM વિશ્વકર્મા યોજનાની અરજી ફોર્મ પીએમ વિશ્વકર્માનું જે પોર્ટલ પર 17 સપ્ટેમ્બર 2023થિઉ ઉપલબ્ધ છે.
- અરજદારે સૌપ્રથમ પોતાના આધારકાર્ડ અને મોબાઇલ નંબર દ્વારા નોધાની કરવાની કરવાની રહેશે. ત્યારાબાદ પીએમ વિશ્વકર્મા યોજના વેબસાઇટ ઓટીપી દ્વારા અરજદારના મોબાઈલ નંબર અને આધારકાર્ડ ની ચકાસણી કરવામાં આવશે.
- જ્યારે ચકાસણી સફળતા પૂર્વક થઈ જશે ત્યારબાદ પીએમ વિશ્વકર્મા યોજનાનુ રાજીસ્ટ્રેશન ફોમ ખૂલી જશે.
- પીએમ વિશ્વકર્મા ફોર્મ ખૂલ્યા બાદ તમારે જે વિગતો માગી હોય તે તમારે ભરવાની રહેશે. વિગતો ભર્યા નીચે જે સબમિટનું બટન આપ્યું હસે તેને ઉપર તમારે ક્લિક કરી દેવાની રહેશે. સબમિટ કરશો ત્યારે પીએમ વિશ્વકર્મા ડિજિટલ ID અને પ્રમાણપત્ર બની જશે તેને તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે.
- ત્યારબાદ તમારે ફરીથી પીએમ વિશ્વકર્મા યોજના પોર્ટલ પર જય લૉગિન કરવાનું રહેશે ત્યારબાદ ત્યાં તમારે જે ડૉક્યુમેન્ટ માગ્યા હોય તે અપલોડ કરવાના રહેશે.ત્યારબાદ જે સબમિટનું બટન આપ્યું છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે એટલે તમારી અરજી સબમિટ થી જશે.
- પીએમ વિશ્વકર્મા યોજનાના અધિકારીઓ પછી મળેલી અરજીની ચકાસણી કરે છે.અને વાણિજ્યિક બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની મદદથી, PM વિશ્વકર્મા યોજના હેઠળ કોલેટરલ ફ્રી લોન લાભાર્થીઓમાં વિતરિત કરવામાં આવશે.
પીએમ વિશ્વકર્મા અરજી કરવા માટે : અહિયાં ક્લિક કરો
PM વિશ્વકર્મા યોજના કોંટેક્ટ નંબર :
- 18002677777.
- 17923.
- 011-23061574
નોંધ:મિત્રો અરજી કરતાં પહેલા મારી તમને નમ્ર વિનતિ છે કે યોજનાની તમામ માહિતી તમારે એકવાર યોજનાની ઓફિસિયલ વેબસાઇટ પર જઈને સંપૂર્ણ માહિતી એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે. અમારો ઉદેશ્ય ખાલી યોજનાની માહિતી પોહોચડવાનો છે.યોજનાની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોય શકે છે માટે એકવાર યોજનાની ઓફિસિયલ વેબસાઇટમાં માહિતી ચેક કરી લેવી.