નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે ગુજરાત હાઇકોર્ટમાં જે સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે તે સરકારી ભરતી વિશે વાત કરુંશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં કોઈને સરકારી નોકરી ની જરૂર હોય તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખને શેર કરજો જેથી તેઓ પણ આ ભરતી માં અરજી કરી શકે અને નોકરી મેળવી શકે.
આ લેખમાં જે ગુજરાત હાઈકોર્ટ ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે મહત્વની તારીખ,પોસ્ટનું નામ, કેટલી ખાલી જગ્યાઓ,પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી આ લેખમાં આપેલી છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે પૂરો લેખ વાંચજો.
ગુજરાત હાઈકોર્ટ ભરતીની મહત્વની તારીખ
ગુજરાત હાઈકોર્ટ ભરતી નોટિફિકેશન 22 મે 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી અને ઓનલાઇન અરજી કરાવાની શરૂઆત 22 મે 2024 ના રોજ થશે અને અરજી કરાવાની અંતિમ તારીખ 15 જૂન 2024 છે. આ ભરતી ઓનલાઇન છે જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેઓ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/ અરજી કરાવાની રહેશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતીની પોસ્ટનું નામ અને જગ્યા
ગુજરાત હાઈકોર્ટ ભરતીની પોસ્ટ ના નામ અને કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે તેની માહિતી નીચે આપેલ જોઈ શકો છો.
1.અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II :54 જગ્યા
2. ડેપ્યુટી સેક્શન ઓફિસર : 122 જગ્યા
3.કોમ્પ્યુટર ઓપરેટર :148 જગ્યા
4. ડ્રાઈવર :34 જગ્યા
5. કોર્ટ એટેન્ડન્ટ (વર્ગ 4) :208 જગ્યા
6.કોર્ટ મેનેજર : 21 જગ્યા
7. ગુજરાતી સ્ટેનોગ્રાફર્સ (ગ્રેડ-II અને III) : 471 +50 =521 જગ્યા
8. પ્રોસેસ સર્વર/બેલિફ (વર્ગ -3) : 12 જગ્યા
ગુજરાત હાઈકોર્ટ ભરતીની પોસ્ટની શૈક્ષણિક લાયકાત
ગુજરાત હાઈકોર્ટ ભરતીમાં જે પોસ્ટ પર ભરતી પાડવામાં આવી છે તેમાં પોસ્ટ પ્રમાણે દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જેની માહિતી નીચે આપેલી છે તમે જોઈ શકો છો.
1.અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II શૈક્ષણિક લાયકાત :
- માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક.
- અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 100 શબ્દો પ્રતિ મિનિટની ઝડપ.
- કોમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન.
- ઉમેદવાર પાસે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નિર્ધારિત કોમ્પ્યુટર.મૂળભૂત જ્ઞાન સંબંધિત પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
2. ડેપ્યુટી સેક્શન ઓફિસર શૈક્ષણિક લાયકાત :
- માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક.
- 10મા કે 12મા ધોરણની પરીક્ષા એક તરીકે અંગ્રેજી સાથે પાસ કરેલ વિષયો.
- રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નિર્ધારિત. કોમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાનના સંદર્ભમાં જરૂરી પ્રમાણપત્ર .
3.કોમ્પ્યુટર ઓપરેટર શૈક્ષણિક લાયકાત :
- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અથવા તેમાંથી ગુજરાત સરકાર/કેન્દ્ર દ્વારા યોગ્ય રીતે માન્યતા પ્રાપ્ત સંસ્થા સરકારઓકોમ્પ્યુટર એપ્લિકેશન/ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી/ કમ્પ્યુટર સાયન્સ અથવા તેની સમકક્ષ.
- સરકાર / કેન્દ્ર સરકાર કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં 03 વર્ષનો ડિપ્લોમા કોર્સ અથવા ગુજરાત દ્વારા યોગ્ય રીતે માન્યતા પ્રાપ્ત પોલિટેકનિક સંસ્થામાંથી તેની સમકક્ષ .
- માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ. અને ડેટા એન્ટ્રી ઓપરેશન/કોમ્પ્યુટરમાં ઓછામાં ઓછા એક વર્ષનો ડિપ્લોમાએપ્લિકેશન/કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અથવા તેની સમકક્ષ માન્યતા પ્રાપ્તયુનિવર્સિટી અથવા ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી/ કેન્દ્ર સરકાર.
4. ડ્રાઈવર શૈક્ષણિક લાયકાત :
- ઉમેદવારે સરકાર માન્ય શાળામાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
- ઉમેદવારની આંખો /દ્રષ્ટિ/ જોવાની ક્ષમતા સ્પષ્ટ હોવી જોઈએ.
- ઉમેદવારને રંગઅઘત્વની ખામી ના હોવી જોઈએ.
- ઉમેદવાર લાઈટ મોટર વ્હીકલ ચલાવવા અંગેનું માન્ય ડ્રાંઇવિંગ લાયસન્સ ધારાવતો હોવો જોઈએ.
- ઉમેદવાર વાહનની મરમત અને મિકેનિઝમ અંગેનું જ્ઞાન ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
5. કોર્ટ એટેન્ડન્ટ (વર્ગ 4) શૈક્ષણિક લાયકાત :
- ઉમેદવારે સરકાર માન્ય શાળા કે બોર્ડમાથી ધોરણ-10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
6.કોર્ટ મેનેજર શૈક્ષણિક લાયકાત :
- ભારતની કોઈપણ યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે મેનેજમેન્ટ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સંસ્થા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રી/સામાન્યમાં એડવાન્સ ડિપ્લોમા.
7. ગુજરાતી સ્ટેનોગ્રાફર્સ ગ્રેડ-II શૈક્ષણિક લાયકાત :
- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોઈપણ સમકક્ષમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક સરકાર દ્વારા માન્ય લાયકાત.
- ગુજરાતી ટાઈપિંગ ઝડપ 90 w.p.m.
- સરકાર મુજબ કોમ્પ્યુટર ઓપરેશનનું પાયાનું જ્ઞાન જરૂરી છે ઠરાવ તા. 13/08/2008.
- અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન
ગુજરાતી સ્ટેનોગ્રાફર્સ ગ્રેડ-III શૈક્ષણિક લાયકાત :
- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોઈપણ સમકક્ષમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક સરકાર દ્વારા માન્ય લાયકાત.
- ગુજરાતી ટાઈપિંગ ઝડપ 75 w.p.m.
- સરકાર મુજબ કોમ્પ્યુટર ઓપરેશનનું પાયાનું જ્ઞાન જરૂરી છે ઠરાવ તા. 13/08/2008.
- અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન.
8. પ્રોસેસ સર્વર/બેલિફ (વર્ગ -3) શિક્ષણિક લાયકાત :
- સરકાર માન્ય બોર્ડમાથી ધોરણ-12 પાસ કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
- ઉમેદવાર સાઇકલ કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે દ્રીચક્રી વાહન ચાલવાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે વયમર્યાદા
ગુજરાત હાઈકોર્ટ ભરતીમાં દરેક પોસ્ટ માટે વયમર્યાદા અલગ અલગ છે જેની માહિતી નીચે આપેલી છે તમે જોઈ શકો છો .
1.અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II : 18 વર્ષથી 35 વર્ષ સુધી હોવી જોઈએ.
2. ડેપ્યુટી સેક્શન ઓફિસર : 18 વર્ષથી 35 વર્ષ સુધી હોવી જોઈએ.
3.કોમ્પ્યુટર ઓપરેટર : 18 વર્ષથી 35 વર્ષ સુધી હોવી જોઈએ.
4. ડ્રાઈવર : 18 વર્ષથી 35 વર્ષ સુધી હોવી જોઈએ.
5. કોર્ટ એટેન્ડન્ટ (વર્ગ 4) : 18 વર્ષથી 35 વર્ષ સુધી હોવી જોઈએ.
6.કોર્ટ મેનેજર : 21 જગ્યા 25 વર્ષથી 40 વર્ષ સુધી હોવી જોઈએ.
7. ગુજરાતી સ્ટેનોગ્રાફર્સ (ગ્રેડ-II ) : 21 વર્ષથી 40 વર્ષ સુધી હોવી જોઈએ.
ગુજરાતી સ્ટેનોગ્રાફર્સ (ગ્રેડ-III) : 21 વર્ષથી 35 વર્ષ સુધી હોવી જોઈએ.
8. પ્રોસેસ સર્વર/બેલિફ (વર્ગ -3) : 18 વર્ષથી 33 વર્ષ સુધી હોવી જોઈએ
ગુજરાત હાઈકોર્ટ ભરતીનું પોસ્ટ પગાર ધોરણ
1.અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II પગાર ધોરણ :
- પે મેટ્રિક્સ રૂ. 39,900 -1,26,600/- અને સામાન્ય ભથ્થાં નિયમો અનુસાર,
2. ડેપ્યુટી સેક્શન ઓફિસર પગાર ધોરણ :
- પે મેટ્રિક્સ મુજબ રૂ. 39,900/ અને નિયમો મુજબ સામાન્ય ભથ્થાં.
3.કોમ્પ્યુટર ઓપરેટર પગાર ધોરણ :
- પે મેટ્રિક રૂ. 19,900-63,200/- અને નિયમો મુજબ સામાન્ય ભથ્થાં.
4. ડ્રાઈવર પગાર ધોરણ :
- 19900 રૂપિયાથી - 63200 રૂપિયા સુધી પગાર
5. કોર્ટ એટેન્ડન્ટ (વર્ગ 4) પગાર ધોરણ :
- 14800 રૂપિયાથી -47100 રૂપિયા
6.કોર્ટ મેનેજર પગાર ધોરણ :
- પે મેટ્રિક્સ નિયમો મુજબ રૂ.56,100/ અને સામાન્ય ભથ્થાનો લાભ.
7. ગુજરાતી સ્ટેનોગ્રાફર્સ (ગ્રેડ-II અને III) પગાર ધોરણ :
- ગુજરાતી સ્ટેનોગ્રાફર્સ ગ્રેડ-II : પે મેટ્રિક્સ રૂ.44,900-1,42,400/-
- ગુજરાતી સ્ટેનોગ્રાફર્સ ગ્રેડ- III : પે મેટ્રિક્સ રૂ.39,900-1,26,600/-
8. પ્રોસેસ સર્વર/બેલિફ (વર્ગ -3) પગાર ધોરણ :
- પે મેટ્રિક રૂ. 19,900-63,200/-
ગુજરાત હાઈકોર્ટ ભરતીની પસંદગી પ્રક્રિયા
ગુજરાત હાઈકોર્ટ ભરતીની આ ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની વાત કરીયે તો ઉમેદવારને એલીમીનેશન ટેસ્ટ,લેખિક પરીક્ષા,વ્યવસાય / કૌશલ્યા કસોટી લેવામાં આવશે.ત્યારબાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતીની અરજી ફી
ગુજરાત હાઈકોર્ટ ભરતીની જાહેરાતમાં અરજી ફી ની વાત કરીયે તો અનામત વર્ગના ઉમેદવાર માટે અરજી ફી 1500/- રૂપિયા રાખેલ છે અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો માટે 750 /- રૂપિયા અરજી ફી રાખેલ છે.
જાહેરાત વચવા માટે : અહિયાં ક્લિક કરો
અરજી કરવા તથા સત્તાવાર વેબસાઈટ માટે :અહીં ક્લિક કરો