નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે વડોદરા મહાનગરપાલિકામાં જે સ્ટેશન ઓફિસર(વાયરલેસ) પોસ્ટ પર જે બહાર પાડવામાં આવી છે તે ભરતી વિશે વાત કરીશું. જો તમે સરકારી નોકરીની શોધમાં છે તો આ લેખ તમારા માટે ખૂબ મહત્વનો છે આ લેખમાં આપણે વડોદરા મહાનગરપાલિકમાં જે સરકારી નોકરીની ભરતી વિશે વાત કરવાના છીએ.તો મિત્રો આ લેખને તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરજો જેથી તે પણ આ સરકારી ભરતીનો લાભ લઈ શકે.
વડોદરા મહાનગરપાલિકામાં જેસ્ટેશન ઓફિસર(વાયરલેસ) ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે જેમકે મહત્વની તારીખ,પોસ્ટ અને જગ્યા,પગારધોરણ, વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત,પસંદગી પ્રક્રિયા,અરજી ફી તમામ માહિતી આ લેખમાં આપેલ છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ લેખ તમે પૂરો વંચાજો. તો ચાલો મિત્રો હવે લેખ ચાલુ કરીયે.
વડોદરા મહાનગરપાલિકા ભરતીની મહત્વની તારીખ :
વડોદરા મહાનગરપાલિકાસ્ટેશન ઓફિસર(વાયરલેસ) ભરતીની નોટિફિકશન 08 જુલાઇ 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતી ઓનલાઈન ભરતી છે.ભરતીની અરજીની કરવાની તારીખ 09 જુલાઇ 2024ના રોજ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઇ 2024 છે.આ ભરતીમાં અરજી તમારે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલી વેબસાઇટ www.vmc.gov.in પર કરવાની રહેશે.
વડોદરા મહાનગરપાલિકા ભરતીની પોસ્ટ અને જગ્યા :
વડોદરા મહાનગરપાલિકા ભરતીની પોસ્ટ અને જગ્યાની માહિતી નીચે આપેલ છે તમે જોઈ શકો છો
1. સ્ટેશન ઓફિસર(વાયરલેસ) : 01 જગ્યા (બી.અ)
વડોદરા મહાનગરપાલિકા ભરતીની શૈક્ષણિક લાયકાત અને અનુભવ :
વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં સ્ટેશન ઓફિસર(વાયરલેસ)ની શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી નીચે આપલે છે તમે જોઈ શકો છો
શૈક્ષણિક લાયકાત
- ડિપ્લોમા ઇન ટેલિકેમ્યુનિકેસન અથવા ડી.ઇ.આર.ઇ સરકાર માન્ય સંસ્થામાં પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ.
- વાયરલેસ ઇક્વિપમેન્ટના મેન્ટેનન્સનો અનુભવ ધરાવનારને અગ્રતા આપશે.
- અરજદાર ચપળ અને તંદુરસ્ત હોવો જોઈએ.
વડોદરા મહાનગરપાલિકા ભરતીનું પાગર ધોરણ :
વડોદરા મહાનગરપાલિકા ભરતીના પગાર ધોરણની માહિતી નીચે આપેલ છે તમે જોઈ શકો છો.
- ત્રણ વર્ષ માટે રૂ. 49,600/- માસિક ફિકસ વેતન. (વડોદરા મહાનગરપાલિકા, સા.વ.વિ.ઠરાવ અંક:254/23-24/તા.23/10/2023 મુજબ મળવાપાત્ર રહેશે.)
- સરકાશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક: ખરચ/2002/57/(પાર્ટ-4)ઝ.1 તા.18-10- 2023 અન્વયે માસિક ફિક્સ વેતનથી ભરવાપાત્ર હોઇ, અત્રેના સા.વ.વિ.પરિપત્ર અંક-44/19- 20 તા:06-02-20 મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ લેવલ-7 (પે મેટ્રીકસ રૂ. 39,900-રૂ.1,26,600)થી નિયમાનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકા ભરતીની વયમર્યાદા :
વડોદરા મહાનગરપાલિકાની ભરતીની પોસ્ટની વયમર્યાદાની વાત કરીએ તો અરજદારની ઉંમર વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ.
વડોદરા મહાનગરપાલિકા ભરતીની પસંદગી પ્રક્રિયા :
વડોદરા મહાનગરપાલિકાની આ અરજદારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ત્યારબાદ તે ઉમેદવારની લખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઉમેદરની મેરીટ ઘ્વારા પસંદગી કરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકા ભરતીની અરજી ફી :
વડોદરા મહાનગરપાલિકાની ભરતીમાં અરજી ફી ની વાત કરીયે તો અરજદરે અરજી કરતી વખતે 400/- રૂપિયા અરજી ફી ભરવાની રહેશે અને અરજી ફી ની છેલ્લી તારીખ 24 જુલાઈ 2024 છે.આ અરજી ફી વડોદરા મહાનગરપાલિકની ઓફિસિયલ સાઇટમાં ફોર્મ ભરાયા બાદ અરજી ફી ભરવાની રહેશે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી જાહેરાત : અહિયાં ક્લિક કરો
વડોદરા મહાનગરપાલિકા અરજી કરવા માટે : અહિયાં ક્લિક કરો