આણંદ જિલ્લા પંચાયત ભરતી 2024:કાયદા સલાહકાર પોસ્ટ પર ભરતી


નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે  આણંદ જિલ્લા પંચાયત  ખાતે  જે   કાયદા સલાહકારની ભરતી બહાર પાડવામાં આવી છે તે સરકારી ભરતી વિશે વાત કરુંશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં કોઈને સરકારી નોકરી ની જરૂર હોય તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખને શેર કરજો જેથી તેઓ પણ આ ભરતી માં અરજી કરી શકે અને નોકરી મેળવી શકે.

આ લેખમાં જે આણંદ જિલ્લા પંચાયત  ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે મહત્વની તારીખ,પોસ્ટનું નામ, કેટલી ખાલી જગ્યાઓ,પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી આ લેખમાં આપેલી છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે પૂરો લેખ વાંચજો.


આણંદ જિલ્લા પંચાયત ભરતીની મહત્વની તારીખ

આણંદ જિલ્લા પંચાયતની ભરતી નોટિફિકશન 05 ઓગસ્ટ 2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તેજ દિવસ થી અરજી ફોર્મ મોકલવાનું સારું થઈ થયું હતું. આ ભરતી ઓફલાઇન ભરતી છે. જે ઉમેદવાર અરજી કરવા  માગતા  હોય તેઓએ પોતાની અરજી  પ્રસિદ્ધ તારીખથી 15 દિવસના અંદર પોતાની અરજી  તેમજ ભરતી ને લગતા ડૉક્યુમેન્ટ આણંદ જિલ્લા પંચાયત ખાતે જમા કરવાની રહેશે.

 

આણંદ જિલ્લા પંચાયત ભરતીની પોસ્ટનું નામ 


આણંદ જિલ્લા પંચાયત ભરતી પોસ્ટનું નામ નીચે આપેલ છે તમે જોઈ શકો છો.
  1. કાયદા સલાહકાર : 01 જગ્યા 

 

આણંદ જિલ્લા પંચાયત ભરતીની પોસ્ટની શૈક્ષણિક લાયકાત અને અનુભવ 

આણંદ જિલ્લા પંચાયત ભરતીની પોસ્ટની  શૈક્ષણિક લાયકાત અને અનુભવની  માહિતી નીચે આપેલ છે તમે જોઈ શકો છો.

1. કાયદા સલાહકાર શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછી ભારતની માન્ય ઉનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી.
  • કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
  • CCC+ લેવલનું કોમ્પુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

કાયદા સલાહકાર માટે અનુભવ 

  •   ઓછામાં ઓછા 5 વર્ષનો પ્રેક્ટિસીંગ એડ્વોકેટ તરીકેનો અનુભવ ધારવત હોવા જોઈએ.
  • તે પૈકી નામ હાઇકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષની વકીલાતનો અનુભવ 
  • અથવા 
  • સરકારી વિભાગો /વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ સુપ્રીમ /હાઇકોર્ટ કેશમાં  બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ.

આણંદ જિલ્લા પંચાયત ભરતીની પગાર ધોરણ 

આણંદ જિલ્લા પંચાયત ભરતીમાં જે કાયદા સલાહકારની પોસ્ટ માટે પગાર ધોરણની વાત કરીયે તો 60000 રૂપિયા એકત્રિક રકમ ફિક્સ આપવામાં આવશે.


આણંદ જિલ્લા પંચાયત ભરતીની વયમર્યાદા 

આણંદ જિલ્લા પંચાયતમાં પોસ્ટ માટે  વયમર્યાદાની વાત કરીયે તો અરજદારની ઉમર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખના રોજ 50 વર્ષથી વધુ ના હોવી જોઈએ.



આણંદ જિલ્લા પંચાયત ભરતીની અરજી ફી  

આણંદ જિલ્લા પંચાયત જાહેરાતમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે.


આણંદ જિલ્લા પંચાયત ભરતી અરજી કઈ રીતે કરવી ?

  • કાયદા સલાહકાર પોસ્ટની નિમણુક અંગેની માહિતી તેમજ અરજી ફોર્મની વિગતો આણંદ જિલ્લા પંચાયતની વેબસાઇટ ananddp.gujarat.gov.in પર આપેલ છે તે ડાઉનલોડ કરી અરજી કરવાની રહેશે.
  •  સંપુર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલસાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી,આણંદ જિલ્લા પંચાયતના સરનામે રજી પો.એડીથી કવર ઉપર કાયદા સલાહકારની નિમણુંક અરજી લખી મોકલી આપવાની રહેશે. 

જાહેરાત વાંચવા માટે : અહિયાં ક્લિક કરો 

 

નોધ : મિત્રો અમારો ઉદેશ્ય ખાલી ભરતીની માહિતી  પોહચાડવાનો છે.અરજી કરતાં પહેલા અમારી નમ્ર વિનતિ છે કે ભરતી ની તમામ માહિતી તમારે અકવાર ભરતીની ઓફિસિયલ વેબસાઇટ પર  જઈને સંપૂર્ણ માહિતી ચેક કરી લેવી. ભરતીની માહિતીમાં કોઈ વાર ફેરફાર પણ હોય શકે છે.એટલે એકવાર ભરતીની ઓફિસિયલ સાઇટની વિઝિટ કરી  માહિતી ચેક લેવાની રહેશે.




 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.