નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે જનરલ હોસ્પિટલ મહેસાણામાં જે માનસિક રોગ વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે તે ભરતી વિશે વાત કરીશું. આ ભરતી 11 માસના કરાર આધારિત આ ભરતી બહાર પાડવામાં આવી છે.આ ભરતી ઓફલાઇન ભરતી છે. જો તમે સરકારી નોકરીની શોધમાં છો તો આ લેખ તમારા માટે ખૂબ મહત્વનો છે આ લેખમાં આપણે જનરલ હોસ્પિટલ મહેસાણામાં જે સરકારી નોકરીની ભરતી વિશે વાત કરવાના છીએ.તો મિત્રો આ લેખને તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરજો જેથી તે પણ આ સરકારી ભરતીનો લાભ લઈ શકે.
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે જેમકે મહત્વની તારીખ,પોસ્ટ અને જગ્યા,પગારધોરણ, વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા,અરજી ફી તમામ માહિતી આ લેખમાં આપેલ છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ લેખ તમે પૂરો વંચાજો. તો ચાલો મિત્રો હવે લેખ ચાલુ કરીયે.
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતીની મહત્વની તારીખ :
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતીની નોટિફિકશન 08 ઓગસ્ટ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી.આ ભરતી વોક ઈન ઇન્ટરવ્યૂ ભરતી છે.જે પણ આ ભરતીમાં અરજી કરવા માગતા હોય તેઓ એ 29 ઓગસ્ટ 2024ના રોજ સવારે 10:00વાગે ઇન્ટરવ્યૂ રાખેલ છે તો નિયત સમય અને સરનામે ઇન્ટરવ્યૂ આપવા માટે હાજર થવાનું રહેશે.
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતીની પોસ્ટ અને જગ્યા :
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતીની પોસ્ટ અને જગ્યાની માહિતી નીચે આપેલ છે તમે જોઈ શકો છો.
1. મેડિકલ ઓફિસર : 01 જગ્યા
2. કાઉન્સેલર : 01 જગ્યા
3. સ્ટાફ નર્સ : 01 જગ્યા
4. ડેટા મેનેજર : 01 જગ્યા
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતીની શૈક્ષણિક લાયકાત અને અનુભવ :
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતીની શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી નીચે આપલે છે તમે જોઈ શકો છો
1. મેડિકલ ઓફિસર :
- માન્ય સંસ્થામાંથી MBBS સાથે તબીબી સાથે કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(MCI, ભારત).(પ્રાધાન્યક્ષમ: MD અથવા સમકક્ષમાં લાયકાત મનોચિકિત્સા).
2. કાઉન્સેલર :
- મનોવિજ્ઞાન/ સામાજિકકાર્ય/સમાજશાસ્ત્રમાં સ્નાતક. (પ્રાધાન્યક્ષમમાં માસ્ટર્સ ઉપરશિસ્ત).
3. સ્ટાફ નર્સ :
- ANM રાજ્ય/રાષ્ટ્રીય નર્સિંગ કાઉન્સિલ બોડી (પ્રાધાન્યક્ષમ: જીએનએમ/બીએસસી નર્સિંગ).
4. ડેટા મેનેજર :
- સ્નાતક( કોમ્પ્યુટર એપ્લિકેશન અને એકાઉન્ટિંગના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે).
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતીનું પાગર ધોરણ :
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતીના પગાર ધોરણની વાત કરીયે તો દરેક પોસ્ટનું પગાર ધોરણની માહિતી નીચે આપેલ છે તમે જોઈ શકો છો.
1. મેડિકલ ઓફિસર : 75,000/- માસિક ફિક્સ પગાર
2. કાઉન્સેલર : 20,000/- માસિક ફિક્સ પગાર
3. સ્ટાફ નર્સ : 20,000/- માસિક ફિક્સ પગાર
4. ડેટા મેનેજર : 20,000/- માસિક ફિક્સ પગાર
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતીની પસંદગી પ્રક્રિયા :
જનરલ હોસ્પિટલ મહેસાણા આ અરજદારની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ઇન્ટરવ્યુ દ્વ્રાર ઉમેદવારની પાસનગી કરવામાં આવશે.
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતીનું ઇન્ટરવ્યુ માટેનું સરનામું :
- જનરલ હોસ્પિટલ મહેસાણા.
- તારીખ : 29 ઓગસ્ટ 2024
- સમય : સવારે 10:00 કલાકે
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી જાહેરાત : અહિયાં ક્લિક કરો
જનરલ હોસ્પિટલ મહેસાણા અરજી કરવા માટે : અહિયાં ક્લિક કર