Modasa Nagarpalika Recruitment 2024 : મોડાસા નગરપાલિકા ભરતી 2024


નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે મોડાસા નગરપાલિકામાં જે ભરતી બહાર પાડવામાં આવી છે તે ભરતી  વિશે વાત કરીશું. જો તમે સરકારી નોકરીની શોધમાં છે તો આ લેખ તમારા માટે ખૂબ મહત્વનો છે આ લેખમાં આપણે  મોડાસા નગરપાલિકમાં જે સરકારી નોકરીની ભરતી  વિશે વાત કરવાના છીએ.તો મિત્રો આ લેખને તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરજો જેથી તે પણ આ સરકારી ભરતીનો લાભ લઈ શકે.


મોડાસા નગરપાલિકા ભરતીની  સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે જેમકે મહત્વની તારીખ,પોસ્ટ અને જગ્યા,પગારધોરણ, વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત,પસંદગી પ્રક્રિયા,અરજી ફી  તમામ માહિતી આ લેખમાં આપેલ છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ લેખ તમે પૂરો વંચાજો. તો ચાલો મિત્રો હવે લેખ ચાલુ કરીયે.


મોડાસા નગરપાલિકા ભરતીની મહત્વની તારીખ :


મોડાસા નગરપાલિકા ભરતીની નોટિફિકશન 12 જુલાઇ 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતી ઓફલાઇન  ભરતી છે.ભરતીની અરજીની કરવાની તારીખ 12 જુલાઇ 2024ના રોજ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 29  ઓગસ્ટ 2024 છે.અરજદારે પોતાની અરજી  29  ઓગસ્ટ 2024 સુધી નિયત સરનામે પોતાની અરજી મોકલવાની રહેશે. 


મોડાસા નગરપાલિકા ભરતીની પોસ્ટ અને જગ્યા :


 મોડાસા નગરપાલિકા ભરતીની પોસ્ટ અને જગ્યાની માહિતી નીચે આપેલ છે તમે જોઈ શકો છો

1. ડિસ્ટ્રીકટ ફાયર ઓફિસર / ડિવિઝનલ ફાયર ઓફિસર(વર્ગ 2 ) :01 જગ્યા 
2. સ્ટેશન ફાયર ઓફિસર (વર્ગ 3) :01 જગ્યા 
3. ડ્રાઈવર કમ પંપ ઓપરેટર  (વર્ગ 3) :03 જગ્યા 
4. ફાયરમેન કમ ડ્રાઈવર  (વર્ગ 3) :09 જગ્યા 


મોડાસા નગરપાલિકા ભરતીની લાયકાત અને અનુભવ :

મોડાસા નગરપાલિકા ભરતીમાં લાયકાત અને અનુભવની માહિતી નીચે આપલે છે તમે જોઈ શકો છો 

 1. ડિસ્ટ્રીકટ ફાયર ઓફિસર / ડિવિઝનલ ફાયર ઓફિસર(વર્ગ 2 )

  1. શૈક્ષણિક લાયકાત :
  • માન્ય યુનિવર્સિટીના સ્નાતક.
  • સીસીસી પરીક્ષા પાસ અથવા સામાન્ય વહીવટ  વિભાગના ઠરાવ ક્રમાંક:પરચ-102005-1532-ક ,તારીખ 30/09/2006 મુજબ CCC + ની પરીક્ષા અજમાયશી સમયગાળા દરમિયાન પાસ કરવાની રહેશે. 

     2. ટેકનિકલ લાયકાત :
  • નેશનલ ફાયર સર્વિસ કોલેજ ,નાગલપુરનો ડિવિજનલ ફાયર ઓફિસનો કોર્ષ પાસ.
  • હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.

     3. અનુભવ :
  • ફાયર સેવાઓમાં  ફાયર ઓફિસર /સ્ટેશન ઓફિસર /સબ ઓફિસર અથવા સમકક્ષ જગ્યા ઉપર કુલ નોકરીના 4 વર્ષનો અનુભવ ધારવતા હોવા જોઈએ.


2. સ્ટેશન ફાયર ઓફિસર (વર્ગ 3) :

  1. શૈક્ષણિક લાયકાત :
  • માન્ય યુનિવર્સિટીના સ્નાતક.
  • સીસીસી પરીક્ષા પાસ અથવા સામાન્ય વહીવટ  વિભાગના ઠરાવ ક્રમાંક:પરચ-102005-1532-ક ,તારીખ 30/09/2006 મુજબ CCC + ની પરીક્ષા અજમાયશી સમયગાળા દરમિયાન પાસ કરવાની રહેશે. 

     2. ટેકનિકલ લાયકાત :
  •  નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગલપુરનો સ્ટેશન ઓફિસર અને ઈસ્ટકટરનો કોર્ષ પાસને પ્રથમ પસંદગી અથવા નેશનલ ફાયર એકેડમી,વડોદરા અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગલપુરથી સબ ફાયર ઓફિસર કોર્ષ પાસ.
  • હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.

     3.  અનુભવ  :

  • ફાયર સેવાઓમાં સબ ઓફિસર અથવા સમકક્ષ જગ્યા પર કુલ નોકરીના 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.


3. ડ્રાઈવર કમ પંપ ઓપરેટર  (વર્ગ 3) :

  1. શૈક્ષણિક લાયકાત :
  • સીધી ભરતીથી પસંદગીમાં નિમણુક  થવા માટે માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એસ.એસ.સી.(ધોરણ 10)અથવા તેની સમકક્ષ સરકાર માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.

      2. ટેકનિકલ લાયકાત :
  • નેશનલ ફાયર એકેડમી,(AIILSG) વડોદરા અથવા ગુજરાત સરકાર માન્ય આઈ.ટી.આઈ માંથી ફાયરમેન /ફાયર ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ અથવા સમકક્ષ કોર્ષ સરકાર માન્ય સંસ્થામાંથી GCVT/NCVT પાસ હોવા જોઈએ
  • હેવી મોટર વ્હીકલ લાયસન્સ ફરજીયાત હોવું જોઈએ.
  • સ્વીમીંગની જાણકારી જરૂરી છે. (નગરપાલિકા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને લાગુ પડશે નહી.)

      3. અનુભવ :

  • ફાયર સેવાઓમાં ફાયરમેન અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની કામગીરીનો એક વર્ષનો અનુભવ અથવા અન્ય જગ્યાએ હેવી મોટર વાહન ચલાવવાનો બે વર્ષનો અનુભવ ધરાવતાં હોવા જોઈએ.

4. ફાયરમેન કમ ડ્રાઈવર (વર્ગ 3) :


  1. શૈક્ષણિક લાયકાત:-

  • સીધી ભરતીથી પસંદગીમાં નિમણુક થવા માટે માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એસ.એસ.સી.(ધોરણ -૧૦) અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ
  • નેશનલ ફાયર એકેડમી, (AIILSG), વડોદરા અથવા ગુજરાત સરકાર માન્ય આઈ.ટી.આઈ.માંથી ફાયરમેન /ફાયર ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ અથવા સમકક્ષ કોર્ષ સરકાર માન્ય સંસ્થામાંથી GCVT/NCVT પાસ હોવા જોઈએ

      2.ટેકનીકલ લાયકાત:-

  • હેવી મોટર વ્હીકલ લાયસન્સ ફરજીયાત હોવું જોઈએ.
  • સ્વીમીંગની જાણકારી જરૂરી છે.

      3.અનુભવ:-

  • ફાયર સેવાઓમાં ફાયરમેન અથવા સમકક્ષ જગ્યા પર કુલ નોકરીના એક વર્ષનો અનુભવ ધરાવતાં હોવા જોઈએ.

મોડાસા નગપાલિકા ભરતીનું પગાર ધોરણ :

સરકારશ્રીની નીતિ અનુસાર વર્ગ-(૨) સંવર્ગના અધિકારીઓની તેઓને મળવાપાત્ર કાયમી પગાર ધોરણમાં પ્રથમ-૨ (બે) વર્ષ માટે અજમાયશી નિમણુંક આપવામાં આવશે. જયારે વર્ગ-(૩) સંવર્ગના કર્મચારીઓની પ્રથમ નિમણુક પ(પાંચ) વર્ષના ફિક્સ પગારથી કરવામાં આવશે. વર્ગ-(૩) સંવર્ગના કર્મચારીઓના કરારીય સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી તેઓને મોડાસા નગરપાલિકાના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર પગાર-ભથ્થાં મળવાપાત્ર થશે.

 

મોડાસા નગરપાલિકા ભરતીની વયમર્યાદા :

મોડાસા નગરપાલિકાની ભરતીની પોસ્ટની વયમર્યાદાની વાત કરીએ તો અરજદારની ઉંમર  નીચે આપેલ છે તમે જોઈ શકો છો.

1. ડિસ્ટ્રીકટ ફાયર ઓફિસર / ડિવિઝનલ ફાયર ઓફિસર(વર્ગ 2 ) : વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ
2. સ્ટેશન ફાયર ઓફિસર (વર્ગ 3) : વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ
3. ડ્રાઈવર કમ પંપ ઓપરેટર  (વર્ગ 3) : વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ
4. ફાયરમેન કમ ડ્રાઈવર  (વર્ગ 3) : વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ


વડોદરા મહાનગરપાલિકા ભરતીની પસંદગી પ્રક્રિયા :

માન્યતા પ્રાપ્ત અરજીઓના ઉમેદવારોની શારીરિક ક્ષમતા, શારીરિક કસોટી, સ્વિમિંગની જાણકારીનું પરીક્ષણ યોજવામાં આવશે. જેમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા ઘ્વારા પસંદગી કરવામાં આવશે.



મોડાસા નગરપાલિકા ભરતીની અરજી ફી :

મોડાસા નગરપાલિકાની ભરતીમાં અરજી ફી ની વાત કરીયે તો ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અરજી સાથે બિનઅનામત વર્ગના અરજદારે રૂ.500/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ, ચીફ ઓફીસર, મોડાસા નગરપાલિકાના નામથી મોકલવાનો રહેશે અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ તથા શૈક્ષણિક પછાતવર્ગના તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે કોઈ ફી ભરવાની રહેશે નહી પરંતુ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેવારે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનું નોન ક્રિમીલિયરનું પ્રમાણપત્ર તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે જાહેરાતની તારીખે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર અરજી સાથે ફરજિયાત રજુ કરવાનું રહેશે તેના સિવાય અનામતના લાભો મળવાપાત્ર થશે નહીં. 


મોડાસા નગપાલિકા ભરતી અરજી કરવાની પ્રક્રિયા :

મોડાસા નગપાલિકાની જગ્યાઓ માટે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી મોડામાં મોડા તા.૧૨/૦૮/૨૦૨૪ સુધીમાં ચીફ ઓફીસર, મોડાસા નગરપાલિકા, તા. મોડાસા, જી-અરવલ્લી ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી. અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. અન્ય રીતે રજૂ થયેલ અરજી રદ કરવાપાત્ર થશે. અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝ ફોટા નંગ-૧. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.


મોડાસા નગરપાલિકા ભરતી જાહેરાત  : અહિયાં ક્લિક કરો 

મોડાસા નગરપાલિકા અરજી કરવા માટે  :  અહિયાં ક્લિક કરો 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.