Valsad Nagarpalika Bharti : વલસાડ નગરપાલિકા ભરતી

  

નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે  વલસાડ નગરપાલિકામાં જે  ફાયર વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે તે ભરતી વિશે વાત કરીશું. જો તમે સરકારી નોકરીની શોધમાં છો  તો આ લેખ તમારા માટે ખૂબ મહત્વનો છે આ લેખમાં આપણે વલસાડ નગરપાલિકામાં જે સરકારી નોકરીની ભરતી વિશે વાત કરવાના છીએ.તો મિત્રો આ લેખને તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરજો જેથી તે પણ આ સરકારી ભરતીનો લાભ લઈ શકે.


વલસાડ નગરપાલિકા  ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે જેમકે મહત્વની તારીખ,પોસ્ટ અને જગ્યા,પગારધોરણ, વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા,અરજી ફી તમામ માહિતી આ લેખમાં આપેલ છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ લેખ તમે પૂરો વંચાજો. તો ચાલો મિત્રો હવે લેખ ચાલુ કરીયે.


વલસાડ નગરપાલિકા ભરતીની મહત્વની તારીખ :

વલસાડ નગરપાલિકા ભરતીની નોટિફિકશન 23 જુલાઇ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી.આ ભરતી ઓફલાઇન ભરતી છે. જે ઉમેદવાર અરજી કરવા  માગતા  હોય તેઓએ પોતાની અરજી ભરતી બહાર પડ્યાના પછીના 30 દિવસ  સુધી પોતાની અરજી નિયત સરનામે મોકલવાની રહેશે.સરનામાની માહિતી લેખની  નીચે આપેલ છે.


વલસાડ નગરપાલિકા ભરતીની પોસ્ટ અને જગ્યા :

વલસાડ નગરપાલિકા ભરતીની પોસ્ટ અને જગ્યાની માહિતી નીચે આપેલ છે તમે જોઈ શકો છો.

1. વિભાગીય ફાયર ઓફિસર વર્ગ-2 : 01 જગ્યા 

2. ડ્રાઈવર કમ પંપ ઓપરેટર વર્ગ-3 : 03 જગ્યા 

 


વલસાડ નગરપાલિકા ભરતીની શૈક્ષણિક લાયકાત અને અનુભવ :

વલસાડ નગરપાલિકા ભરતીની  શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી નીચે આપલે છે તમે જોઈ શકો છો 

1. વિભાગીય ફાયર ઓફિસર વર્ગ-2 :

શૈક્ષણિક લાયકાત :

  •  માન્ય યુનિવર્સિટીના સ્નાતક.
  • સીસીસી કોર્ષ પાસ.

ટેકનિકલ લાયકાત :

  • નેશલન ફાયર સર્વિસ કોલજ ,નાગપુરનો ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્ષ પાસ.
  • હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.

અનુભવ :

  • ફાયર સેવામાં ફાયર ઓફિસર/સ્ટેશન ઓફિસર/સબ ઓફિસર અથવા સામકક્ષા જગ્યા પર સળંગ નોકરનો  4 વર્ષનો અનુભવ ધારવતા હોવા જોઈએ.

2. ડ્રાઈવર કમ પંપ ઓપરેટર વર્ગ-3

શૈક્ષણિક લાયકાત :

  • ઉચ્ચતાર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.

ટેકનિકલ લાયકાત :

  • નેશનલ ફાયર એકેડમી,વડોદરા અથવા ગુજરાત સરકાર માન્ય આઇ.ટી.આઇ માથી ફાયરમેન/ફાયર ટેકનૉલોજિ અથવા સમકક્ષ કોર્ષ સરકાર માન્ય સંસ્થામાથી GCVT / NCVT પાસ હોવા જોઈએ.
  • હેવી મોટર વ્હીકલ   લાયસન્સ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ.
  • સ્વિમિંગની જાણકારી જરૂરી છે.

અનુભવ :

  • ફાયર સેવામાં ફાયરમેન અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની કામગીરીનો 1 વર્ષનો અનુભવ અથવા અન્ય જગ્યાએ હેવી મોટર વાહન ચાલવાનો 2 વર્ષનો અનુભવ ધારવતા હોવા જોઈએ.

 


વલસાડ નગરપાલિકા ભરતીનું પાગર ધોરણ :

વલસાડ નગરપાલિકા ભરતીના પગાર ધોરણની વાત કરીએ તો જાહેરાતમાં પગાર ધોરણની રકમ જાહેર કરવામાં નથી આવી પણ સરકારશ્રીના નીતિ અનુસાર વર્ગ-(2) સંવર્ગના અધિકારીઓની તેઓને મળવાપાત્ર કાયમી પગાર ધોરણમાં પ્રથમ ર(બે) વર્ષ માટે અજમાયશી નિમણુંક આપવામાં આવશે.જયારે વર્ગ-(3) સંવર્ગના કર્મચારીઓની પ્રથમ નિમણુંક ૫(પાંચ) વર્ષના ફિકસ પગારથી કરવામાં આવશે.વર્ગ-(3) સંવર્ગના કર્મચારીઓનો કરારીય રસમચગાળો પુર્ણ થયેથી તેઓના નગરપાલિકાના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર પગાર ભથ્થા મળવાપાત્ર થશે.

 



વલસાડ નગરપાલિકા ભરતીની વયમર્યાદા :

વલસાડ નગરપાલિકાની ભરતીની પોસ્ટની વયમર્યાદાની વાત કરીયે તો દરેક પોસ્ટ માટે વયમર્યાદા અલગ અલગ છે જેની માહિતી નીચે આપેલ છે.

1. વિભાગીય ફાયર ઓફિસર વર્ગ-2 : 45 વર્ષ વધમાં વધુ 

2. ડ્રાઈવર કમ પંપ ઓપરેટર વર્ગ-3 : 35 વર્ષ વધુમાં વધુ 


વલસાડ નગરપાલિકા ભરતીની પસંદગી પ્રક્રિયા :

વલસાડ નગરપાલિકા  આ અરજદારની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે અને શારીરિક પરીક્ષા બાદ અરજદારની પસંદગી કરવામાં આવશે.



વલસાડ નગરપાલિકા ભરતીની અરજી ફી :

વલસાડ નગરપાલિકાની ભરતીમાં અરજી ફી ની વાત કરીયે તો  ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અરજી સાથે બિનઅનામત વર્ગના અરજદારે રૂ.૫૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ, ચીફ ઓફિસરશ્રી, વલસાડ નગરપાલિકાના નામથી મોકલવાની રહેશે. અનુસૂચિત જાતિ, અનુસુચિત જન જાતિ તથા શૈક્ષણિક પછાતવર્ગના તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે પણ કોઈ ફી ભરવાની રહેશે

વલસાડ નગરપાલિકા ભરતીની અરજી મોકલવાનું સરનામું :

ચીફ ઓફિસરશ્રી, વલસાડ નગરપાલિકા, તા.જી.વલસાડ ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહશે.

વલસાડ નગરપાલિકા ભરતીની અરજી કરવા માટે ડોક્યુમેન્ટ:

અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝ ફોટા નંગ-૦૧, શાળા છોડયાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતથી સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રી નું પ્રમાણપત્ર રજુ કરવાનું રહશે.

વલસાડ નગરપાલિકા ભરતી જાહેરાત : અહિયાં ક્લિક કરો 


વલસાડ નગરપાલિકા અરજી કરવા માટે : અહિયાં ક્લિક કર

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.