VMC recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકા ભરતી,

 


નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે વડોદરા મહાનગરપાલિકામાં જે ઓપરેટર કમ ટેકનિશિયન પોસ્ટ  પર જે બહાર પાડવામાં આવી છે તે ભરતી વિશે વાત કરીશું. જો તમે સરકારી નોકરીની શોધમાં છો  તો આ લેખ તમારા માટે ખૂબ મહત્વનો છે આ લેખમાં આપણે વડોદરા મહાનગરપાલિકમાં જે સરકારી નોકરીની ભરતી વિશે વાત કરવાના છીએ.તો મિત્રો આ લેખને તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરજો જેથી તે પણ આ સરકારી ભરતીનો લાભ લઈ શકે.


વડોદરા મહાનગરપાલિકામાં જે ઓપરેટર કમ ટેકનિશિયન  ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે જેમકે મહત્વની તારીખ,પોસ્ટ અને જગ્યા,પગારધોરણ, વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત,પસંદગી પ્રક્રિયા,અરજી ફી તમામ માહિતી આ લેખમાં આપેલ છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ લેખ તમે પૂરો વંચાજો. તો ચાલો મિત્રો હવે લેખ ચાલુ કરીયે.


વડોદરા મહાનગરપાલિકા ભરતીની મહત્વની તારીખ :

વડોદરા મહાનગરપાલિકા ઓપરેટર કમ ટેકનિશિયન ભરતીની નોટિફિકશન 29જુલાઇ 2024ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતી ઓનલાઈન ભરતી છે.ભરતીની અરજીની કરવાની તારીખ 30 જુલાઇ  2024ના રોજ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ  19 ઓગસ્ટ 2024 છે.આ ભરતીમાં અરજી તમારે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલી વેબસાઇટ www.vmc.gov.in પર કરવાની રહેશે.


વડોદરા મહાનગરપાલિકા ભરતીની પોસ્ટ અને જગ્યા :

વડોદરા મહાનગરપાલિકા ભરતીની પોસ્ટ અને જગ્યાની માહિતી નીચે આપેલ છે તમે જોઈ શકો છો


1.ઓપરેટર કમ ટેકનિશિયન  : 01 જગ્યા (બી.અ)


વડોદરા મહાનગરપાલિકા ભરતીની શૈક્ષણિક લાયકાત અને અનુભવ :

વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં સ્ટેશન ઓફિસર(વાયરલેસ)ની શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી નીચે આપલે છે તમે જોઈ શકો છો 

  • એસ.એસ.સી પાસ.
  • રેફ્રિઝેરેશન અને એરકન્ડીશનરનો આઇ.ટી.આઇ કોર્ષ પાસ અથવા સર્ટિફિકેટ કોર્ષ પાસ.
  •  એરકન્ડીશનર પ્લાન્ટ ,વોટર કુલર અને રૂમ એરકન્ડીશનર રિપેરિંગનો ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ.

વડોદરા મહાનગરપાલિકા ભરતીનું પાગર ધોરણ :

વડોદરા મહાનગરપાલિકા ભરતીના પગાર ધોરણની માહિતી નીચે આપેલ છે તમે જોઈ શકો છો.

  • 3 વર્ષ માટે 26000/- રૂપિયા માસિક ફિક્સ પગાર.
  • સરકારશ્રીના નાણાં વિભાગના  ઠરાવ ક્રમાંક : ખરચ/2002/57/(પોર્ટ-4)ઝ.1 તારીખ 18/10/2023 અન્વયે માસિક ફિક્સ વેતનથી ભરવાપાત્ર હોઇ,અત્રેના સા.વ.વિ. પરિપત્ર અંક-44/19-20 તારીખ 06/02/2020 મુજબ 3 વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કાર્યથી નિયમિત પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ લેવલ-2 (પે-મેટ્રિક રૂ 19900 -રૂ 63200)થી નિયમો અનુસાર સમાવવા અંગેની વિચારણા કરવામાં આવશે. 



વડોદરા મહાનગરપાલિકા ભરતીની વયમર્યાદા :

વડોદરા મહાનગરપાલિકાની ભરતીની પોસ્ટની વયમર્યાદાની વાત કરીએ તો અરજદારની ઉંમર  20 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ નહીં.



વડોદરા મહાનગરપાલિકા ભરતીની પસંદગી પ્રક્રિયા :

વડોદરા મહાનગરપાલિકાની આ અરજદારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ત્યારબાદ તે ઉમેદવારની લખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઉમેદરની મેરીટ ઘ્વારા પસંદગી કરવામાં આવશે.



વડોદરા મહાનગરપાલિકા ભરતીની અરજી ફી :

વડોદરા મહાનગરપાલિકાની ભરતીમાં અરજી ફી ની વાત કરીયે તો અરજદરે અરજી કરતી વખતે 400/- રૂપિયા અરજી ફી ભરવાની રહેશે અને અરજી ફી ની છેલ્લી તારીખ  19 ઓગસ્ટ 2024 છે.આ અરજી ફી વડોદરા મહાનગરપાલિકની ઓફિસિયલ સાઇટમાં ફોર્મ ભરાયા બાદ અરજી ફી ભરવાની રહેશે.




વડોદરા મહાનગરપાલિકા ભરતી જાહેરાત : અહિયાં ક્લિક કરો 


વડોદરા મહાનગરપાલિકા અરજી કરવા માટે : અહિયાં ક્લિક કરો 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.