નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં જે ઉંઝા નગરપાલિકા માં જે સ્વીપર /ડ્રેનેજ સફાઈ કામદારની સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે તે સરકારી ભરતી વિશે વાત કરુંશું. તો મિત્રો જો તમારા સબંધી કે મિત્ર સર્કલમાં કોઈને સરકારી નોકરી ની જરૂર હોય તો મારી નમ્ર વિનંતી છે કે આ લેખને શેર કરજો જેથી તેઓ પણ આ ભરતી માં અરજી કરી શકે અને નોકરી મેળવી શકે.
આ લેખમાં જે ઉંઝા નગરપાલિકા ભરતીની સ્વીપર /ડ્રેનેજ સફાઈ કામદારની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જેમ કે મહત્વની તારીખ,પોસ્ટનું નામ, કેટલી ખાલી જગ્યાઓ,પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી આ લેખમાં આપેલી છે તો મારી તમને નમ્ર વિનંતી છે કે તમે પૂરો લેખ વાંચજો.
ઉંઝા નગરપાલિકા ભરતીની મહત્વની તારીખ
ઉંઝા નગરપાલિકાની આ સ્વીપર /ડ્રેનેજ સફાઈ કામદારની ભરતી નોટિફિકેશન ૧૪ માર્ચ ૨૦૨૪ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતી ઓફલાઈન ભરતી છે. જે ઉમેદવાર આ ભરસતીમાં અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારે જે નોટિફિકેશન તરીકે એટલું કે ૧૪ માર્ચ ૨૦૨૪ થી લઇ ૩૦ દિવસના અંદર ઉમેદવારે નિયત સરનામે પોતાની અરજી મોકલવાની રહેશે. અરજી મોકલવાનું સરનામું નીચે આપેલ છે. જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેવો એ પોતાની અરજી નોટિફિકેશન તરીખથી 30 દિવસની અંદર પોતાની અરજી નિયત સરનામે મળી રહે તે રીતે મોકલવાની રહેશે.
ઉંઝા નગરપાલિકા ભરતીની પોસ્ટનું નામ અને જગ્યા
૧.સ્વીપર /ડ્રેનેજ સફાઈ કામદાર : ૭૩ જગ્યા
ઉંઝા નગરપાલિકા ભરતીની પોસ્ટની શૈક્ષણિક લાયકાત
ઉંઝા નગરપાલિકાની ભરતીમાં જે સ્વીપર /ડ્રેનેજ સફાઈ કામદાર પોસ્ટની શૈક્ષણિક લાયકાતની વાત કરીયે તો શૈક્ષણિક લાયકાત ની માહીતી નીચે આપેલી છે તમે જોઈ શકો છો.
૧. સ્વીપર /ડ્રેનેજ સફાઈ કામદાર શૈક્ષણિક લાયકાત :
- જે ઉમેદવાર લખી વાચી શકે તેવા ઉમેદવાર આ ભરતી અરજી કરી શકે છે.
ઉંઝા નગરપાલિકા ભરતી માટે વયમર્યાદા
ઉંઝા નગરપાલિકામાં જે સ્વીપર /ડ્રેનેજ સફાઈ કામદારની જે પોસ્ટ છે તેની વયમર્યાદાની વાત કરીયે તો વયમર્યાદા સરકારશ્રી ના નીતિ નિયમ મુજબ રહેશે.
ઉંઝા નગરપાલિકા ભરતીનું પોસ્ટ પગાર ધોરણ
૧. સ્વીપર /ડ્રેનેજ સફાઈ કામદારનું પગાર ધોરણ :
- સ્વીપર /ડ્રેનેજ સફાઈ કામદાર પગાર ધોરણ સાતમા પગાર ધોરણ અનુસાર ૧૪૮૦૦-૪૭૧૦૦ IS-૧.
ઉંઝા નગરપાલિકા ભરતીની પસંદગી પ્રક્રિયા
ઉંઝા નગરપાલિકાની આ ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ત્યારબાદ પસંદગી કરવામાં આવશે.
ઉંઝા નગરપાલિકા ભરતીની અરજી ફી
ઉંઝા નગરપાલિકા ભરતીની જાહેરાતમાં અરજી ફી ની વાત કરીયે તો બિન અનામત વર્ગના ઉમેદવારે ૩૦૦ રૂપિયા ચીફ ઓફિસર,ઉંઝા નગરપાલિકા ,ઉંઝા ના નામના ડિમાન્ડ ડ્રાફ્ટથી મોકલવાની રહેશે.અનુસુચિત જાતિ ,અનુસુચિત જાન જાતિ તથા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે પણ કોઈ ફી ભરવાની રહેશે નહીં.
ઉંઝા નગરપાલિક ભરતીની અરજી મોકલવાનું સરનામું :
ચીફ ઓફિસર શ્રી ,ઉંઝા નગરપાલિકા તા-ઉંઝા ,જિલ્લો :મહેસાણા પિન :૩૮૪૧૭૦
જાહેરાત વચવા માટે : અહિયાં ક્લિક કરો
અરજી કરવા તથા સત્તાવાર વેબસાઈટ માટે :અહીં ક્લિક કરો